લખનઉ: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  વિરુદ્ધ આજે પણ પ્રદર્શનો થઈ રહ્યાં છે. દિલ્હી (Delhi) માં જામા મસ્જિદમાં નમાજ બાદ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. અને જંતર મંતર સુધી કૂચ કરી રહ્યાં છે. જ્યારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં હાલ કલમ 144 લાગુ હોવા છતાં આજે ફિરોઝાબાદમાં ન્યાયબંધ ચોકીમાં ઉપદ્રવીઓએ આગચંપી કરી. ફિરોઝાબાદમાં અડધો ડઝન જેટલી મોટર સાઈકલોને બાળી મૂકી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યાં. આ બાજુ પ્રદર્શનકારીઓ તરફથી ફાયરિંગ થયું હોવાના પણ અહેવાલ આવી રહ્યાં છે. ફિરોઝાબાદમાં જુમ્માની નમાજ બાદ માહોલ બગડ્યો. 


CAA Protest : પ્રદર્શનકારીઓની જામા મસ્જિદથી જંતર મંતર સુધી કૂચ, કોંગ્રેસ નેતા શોએબ ઈકબાલ પણ સામેલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હોવાના પણ અહેવાલ છે. લગભગ એક ડઝનથી વધુ ગાડીઓના કાચ તોડવામાં આવ્યાં છે. ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર છે. સંભલના ચંદોસીમાં જુમ્માની નમાજ બાદ હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ. સુરક્ષા કારણોસર માર્કેટ બંધ કરાયા. શહેરમાં ઘણો અફડાતફડીનો માહોલ છે. આ દરમિયાન પોલીસને ધક્કે પણ ચડાવી. 


CAA Protest: દિલ્હીમાં કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહના ઘર બહાર કર્યું પ્રદર્શન, અનેકની અટકાયત


હિંસક પ્રદર્શનોને જોતા ગૌતમબુદ્ધ નગર પોલીસ હાઈ અલર્ટ પર છે. ઠેર ઠેર પોલીસ ફોર્સ લગાવવામાંઆવી છે. સ્થિતિ પર ચાંપતી નજર છે. મુઝફ્ફરનગરના પોલીસ સ્ટેશન સિવિલ લાઈન સ્થિત મદીના ચોક પર જુમ્માની નમાજ બાદ ભેગી થયેલી સેંકડોની ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો. પથ્થરબાજોને વેર વિખેર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....